ઉત્તરાખંડમાં ચાલી રહેલી ૩૮મી નેશનલ ગેમ્સમાં સુરતની બે દીકરીઓએ ગોલ્ડ મેડલ જીતીને ગુજરાતનું નામ રોશન કર્યું છે. સાઈકલીંગ અને તાઈકવૉન્ડો રમતમાં મુસ્કાન ગુપ્તા અને ટ્વીશા કાકડિયાએ સુવર્ણ ચંદ્રક જીત્યો છે.. રાજ્યના કુલ ૨૩૦ ખેલાડીઓ ૨૫ રમતોમાં સહભાગી થયા છે.
સુરત શહેરમાં રહેતી મુસ્કાન ગુપ્તાએ ૩૮મી નેશનલ ગેમ્સમાં ઉતરાખંડ ખાતે સાયકલીંગ રમતમાં પ્રથમ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરી રાજ્યનું નામ રોશન કર્યું હતું, ૧૧મી ખેલ મહાકુંભની આવૃત્તિમાં મુસ્કાને સર્વપ્રથમ સાયકલીંગ રમતમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો. આ ઉપરાંત ટ્વીશા કાકડિયાએ ગોવા ખાતે ૩૭મી નેશનલ ગેમ્સ અને ઉતરાખંડ ખાતે ૩૮મી નેશનલ ગેમ્સમાં ટેક્વોન્ડો રમતમાં સતત બે વર્ષથી ગોલ્ડ મેડલ મેળવ્યો છે. ગુજરાત સરકાર દ્વારા આ બંને રમતવીરોને ખેલ પ્રતિભા પુરસ્કાર અંતર્ગત પુરસ્કાર આપવામાં આવશે
Site Admin | ફેબ્રુવારી 13, 2025 7:43 પી એમ(PM) | ઉત્તરાખંડ
ઉત્તરાખંડમાં ચાલી રહેલી ૩૮મી નેશનલ ગેમ્સમાં સુરતની બે દીકરીઓએ ગોલ્ડ મેડલ જીતીને ગુજરાતનું નામ રોશન કર્યું
