ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

નવેમ્બર 3, 2024 8:04 પી એમ(PM) | ઉત્તરાખંડ

printer

ઉત્તરાખંડમાં આવેલ વિશ્વ પ્રસિદ્ધ જ્યોર્તિલિંગ શ્રી કેદારનાથ ધામ અને યમનોત્રી ઘામના કપાટ આજથી બંધ કરાયા છે.

ઉત્તરાખંડમાં આવેલ વિશ્વ પ્રસિદ્ધ જ્યોર્તિલિંગ શ્રી કેદારનાથ ધામ અને યમનોત્રી ઘામના કપાટ આજથી બંધ કરાયા છે. આજે ભાઈબીજના પવિત્ર પર્વ નિમિત્તે વૈદિક મંત્રોચ્ચાર સાથે શાસ્ત્રોક્ત વિધિ અનુસાર મંદિરના કપાટ બંધ કરાયા. આ પ્રસંગે કેદારનાથ મંદિરમાં 15 હજારથી વધુ શ્રદ્ધાળુઓ હાજર રહ્યા હતા.
આ વર્ષે અંદાજે 16 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ કેદરનાથ ધામ યાત્રા કરી. કપાટ બંદ કરાયા એ પ્રસંગે અંદાજે 10 ક્વિન્ટલ ફૂલોથી મંદિરની સજાવટ કરવામાં આવી હતી. કપાટ બંધ થવાની સાથે જ બાબા કેદારનાથની પંચમુખી ઉત્સવ પાલખી હજારો શ્રદ્ધાળુઓની હાજરીમાં શીતકાલિન ગાદી સ્થળ ઓંકારેશ્વર મંદિર ઉખીમઠ માટે રવાના થઈ.
પંચમુખી પાલખી રાત્રી પ્રવાસ માટે આજે રામપુરમાં પડાવ કરશે.આવતીકાલે તે વિશ્વનાથ મંદિર ગુપ્તકાશી અને મંગળવારે ઓંકારેશ્વર મંદિર ઉખીમઠ પહોંચશે. શિયાળાની ઋતુમાં બાબા કેદારની પૂજા ઓંકારેશ્વર મંદિરમાં કરવામાં આવે છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ