ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે, ઉત્તરાખંડના સ્થાપના દિવસ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે કહ્યું કે, હિમાલયના ઉચ્ચ શિખરોથી લઈને માતા ગંગાના પવિત્ર કિનારા સુધી, દેવભૂમિ ઉત્તરાખંડ શરૂઆતથી જ સુંદરતા અને આધ્યાત્મિકતાથી સમૃદ્ધ છે. ઉપરાષ્ટ્રપતિએ શુભેચ્છા પાઠવી હતી કે રાજ્ય ભવિષ્યમાં સમૃદ્ધ થાય અને પ્રગતિ અને વિકાસના પંથે આગળ વધે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિકાસના ક્ષેત્રમાં ઉત્તરાખંડની મહત્વપૂર્ણ સિદ્ધિઓની પ્રશંસા કરી અને કહ્યું કે, રાજ્ય વિવિધ ક્ષેત્રોમાં અગ્રેસર ભૂમિકા ભજવી રહ્યું છે. ઉત્તરાખંડના 25મા સ્થાપના દિવસ પર આજે રાષ્ટ્રને વર્ચ્યુઅલ રીતે સંબોધિત કરતા પ્રધાનમંત્રીએ કહ્યું ,કે આજે ઉત્તરાખંડની રજત જયંતી ઉજવણીની શરૂઆત છે.
પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ઉત્તરાખંડના લોકોએ રાજ્યના ઉજ્જવળ ભવિષ્ય માટે આગામી 25 વર્ષની સફર શરૂ કરવાની છે. તેમણે આગામી 25 વર્ષમાં વિકસિત ભારત માટે વિકસિત ઉત્તરાખંડના સંકલ્પને પૂર્ણ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. તેમણે વધુમાં કહ્યું કે કેન્દ્ર સરકાર રાજ્યના વિકાસને સુનિશ્ચિત કરવા માટે કોઈ કસર છોડી રહી નથી.
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તરાખંડના સ્થાપના દિવસ નિમિત્તે ઉત્તરાખંડના નાગરિકોને શુભેચ્છા પાઠવી. સોશિયલ મીડિયા પરના તેમના સંદેશમાં, શ્રી શાહે કહ્યું કે ઉત્તરાખંડ કુદરતી સૌંદર્ય અને સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાની ભૂમિ છે.
Site Admin | નવેમ્બર 9, 2024 1:06 પી એમ(PM) | sthapna divs | Uttarakhand | Vice President | ઉત્તરાખંડ | સ્થાપના દિવસ