ઉત્તરાખંડના દહેરાદૂનનાં પરેડ ગ્રાઉન્ડ ખાતે આજથી વર્લ્ડ આયુર્વેદ કોંગ્રેસ અને આયુર્વેદ એક્સ્પોનો પ્રારંભ થશે. આ પ્રતિષ્ઠિત કાર્યક્રમ આયુર્વેદ ક્ષેત્રમાં સંશોધન, વિકાસ માટે મહત્વનો મંચ પૂરો પાડશે. આ વર્ષની વિષય વસ્તુ છે “ડિજિટલ આરોગ્ય, આયુર્વેદ અભિગમ”. સંમેલનમાં પરંપરાગત આયુર્વેદને આધુનિક ટેકનોલોજી પ્રગતિ સાથે સંકલિત કરવા પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવશે.
ચાર દિવસન આ સંમલેનમાં 5 હજાર 500થી વધુ ભારતીય પ્રતિનિધીઓ અને 350થી વધુ આંતરરાષ્ટ્રીય સહભાગીઓ ભાગ લેશે, જેમાં આયુર્વેદ અને આરોગ્ય સંભાળ સંબંધિત નવીનતમ ટેકનોલોજી અને સંશોધનની તકો ચકાસવામાં આવશે.
સંમેલનની સાથે સાથે યોજાનારા પ્રદર્શનમાં 350થી વધુ સ્ટોલ તૈયાર કરવામાં આવ્યા છે. અહીં દેશ વિદેશની અગ્રણી આયુર્વેદ સંસ્થાઓની ચીજવસ્તુઓ અને સેવાઓ રજૂ કરવામાં આવશે.
Site Admin | ડિસેમ્બર 12, 2024 2:03 પી એમ(PM) | ઉત્તરાખંડ