ઉત્તરાખંડના દેહરાદૂન સ્થિત મહારાણા પ્રતાપ સ્ટેડિયમ ખાતે 38મા રાષ્ટ્રીય રમતોત્સવનો ઉદઘાટન કાર્યક્રમ હાલ ચાલી રહ્યો છે.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ કાર્યક્રમમાં ઉપસ્થિત છે.આકાશવાણીના દહેરાદુનના પ્રતિનિધી જણાવે છે કે, 14 ફેબ્રુઆરી સુધી ચાલનારો રમતોત્સવ રાજ્યનાં 8 જિલ્લાનાં 11 શહેરોમાં યોજાશે. 35 રમતોમાં કુલ 47 સ્પર્ધા યોજાશે અને 10 હજારથી વધુ રમતવીરો ભાગ લઈ રહ્યા છે. સ્પર્ધામાં પ્રથમ વાર યોગ અને મલખમને સામેલ કરવામાં આવ્યા છે.
Site Admin | જાન્યુઆરી 28, 2025 8:19 પી એમ(PM) | રાષ્ટ્રીય રમતોત્સવ
ઉત્તરાખંડના દહેરાદુનમાં 38મા રાષ્ટ્રીય રમતોત્સવનો પ્રારંભ
