ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં ગઈકાલે આખી રાત વરસાદ વરસતા ગંગોત્રી—યમુનોત્રી હાઈ-વે પર અનેક જગ્યાએ કાટમાળના કારણે પરિવહન બંધ કરાયું છે. નદી-નાળાની જળસપાટી વધવાથી ઘણું નુકસાન પહોંચ્યું છે. ગંગોત્રી હાઈ-વે પર નેતાલા પાસે કાટમાળના કારણે વાહનોની અવરજવર બંધ કરવામાં આવી છે. આ જ રીતે યમુનોત્રી રાષ્ટ્રીય હાઈ-વે પર પણ ડાબરકોટના ખરાદીથી આગળ માર્ગ બંધ કરાયો છે.
આ અંગેની માહિતી મળતાં NHAI અને B.R.O.ની ટુકડીએ માર્ગને પૂર્વવત્ કરવાની કામગીરી કરી હતી. આ જિલ્લા આપદા સંચાલન કેન્દ્ર ઉત્તરકાશીના જણાવ્યા પ્રમાણે, હાલમાં ગંગોત્રી ધામમાં વાદળ છવાઈ ગયા છે અને ગંગોત્રીધામમાં ભાગીરથી નદીનું જળસ્તર સામાન્ય છે.
Site Admin | જુલાઇ 30, 2024 2:31 પી એમ(PM) | વરસાદ
ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં ગઈકાલે આખી રાત વરસાદ વરસતા ગંગોત્રી—યમુનોત્રી હાઈ-વે પર અનેક જગ્યાએ કાટમાળના કારણે પરિવહન બંધ કરાયું
