ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જાન્યુઆરી 2, 2025 2:53 પી એમ(PM)

printer

ઉત્તરપ્રદેશ, પંજાબ, હરિયાણા, ચંદીગઢ અને મધ્યપ્રદેશમાં આજે તીવ્ર ઠંડીની આગાહી

હવામાન વિભાગે આજે ઉત્તરપ્રદેશમાં કેટલીક જગ્યાએ તીવ્ર ઠંડી પડવાની આગાહી કરી છે. જ્યારે પંજાબ, હરિયાણા, ચંદીગઢ અને મધ્યપ્રદેશમાં પણ તીવ્ર ઠંડીની શક્યતા છે. તેમજ હિમાચલ પ્રદેશ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને પશ્ચિમ બંગાળના તરાઈ વિસ્તારોમાં રાત્રિ અને સવારના સમયે ગાઢ ધુમ્મસની સંભાવના છે.
હવામાન વિભાગે આગામી પાંચ દિવસમાં ઉત્તર-પશ્ચિમ ભારતમાં લઘુત્તમ તાપમાનમાં ત્રણથી પાંચ ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની આગાહી પણ કરી છે. હવામાન વિભાગના મહાનિદેશક મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું હતું કે પૂર્વ, ઉત્તર-પશ્ચિમ અને મધ્ય-પશ્ચિમના કેટલાક ભાગો સિવાય આ મહિને દેશના મોટા ભાગના વિસ્તારમાં લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં વધુ રહેવાની ધારણા છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ