ઉત્તરપ્રદેશમાં ગોંડા રેલ દુર્ઘટનામાં મૃત્યુઆંક વધીને ચાર થયો છે.એક વ્યક્તિનું લખનૌની હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું અને આજે ટ્રેનના વેગન કોચમાંથી અન્ય એક મૃતદેહ મળી આવ્યો હતો. અન્ય બે ઈજાગ્રસ્તોની હાલત ગંભીર છે.
રેલવે તરફથી મળતી માહિતી મુજબ, ગઈકાલે બપોરે દિબ્રુગઢ જતી ટ્રેનના 21 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા, જેમાં 30 લોકોને ઈજા થઈ હતી. લખનૌ ગુવાહાટી મુખ્ય રેલ માર્ગનું પુનઃસ્થાપન યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે. આ દરમિયાન ટ્રેનોને અન્ય રૂટ પર વાળવામાં આવી છે.
Site Admin | જુલાઇ 19, 2024 2:10 પી એમ(PM) | રેલ દુર્ઘટના
ઉત્તરપ્રદેશમાં ગોંડા રેલ દુર્ઘટનામાં મૃત્યુઆંક વધીને ચાર થયો.
