ઉત્તરપ્રદેશના મેરઠ જિલ્લામાં ઇમારત ધરાશાયી થવાની ઘટનામાં અત્યાર સુધીમાં 10 લોકોએ જીવ ગુમાવ્યા છે. શહેરના ઝાકિર કૉલોની વિસ્તારમાં ગઈકાલે રાત્રે ત્રણમાળની ઇમારત ધરાશાયી થઈ હતી. આ ઘટનામાં ઇમારતના કાટમાળને આજે સવારે હટાવી દેતાં રાહતઅને બચાવ પૂર્ણ થયું છે. બચાવકાર્ય કરનારા કર્મચારીઓએ પાંચ લોકોને સલામત રીતે બહાર કાઢી લીધા છે.
મેરઠના જિલ્લા મેજિસ્ટ્રેટ દીપક મીણાએ કહ્યું, આ ઘટના વખતે ઇમારતમાં 15 લોકો હાજર હતા. રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળ NDRF અને રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળ SDRFની ટુકડીએ આખી રાત કાટમાળ હટાવવાની કામગીરી કરી હતી.
Site Admin | સપ્ટેમ્બર 15, 2024 2:05 પી એમ(PM)
ઉત્તરપ્રદેશના મેરઠમાં ત્રણ માળની ઇમારાત ધરાશાયી થતા 10 લોકોના મૃત્યુ
