ઉત્તરપ્રદેશના બિજનોર જિલ્લામાં આજે સવારે એક દુર્ઘટનામાં એક જ પરિવારના 6 સભ્ય સહિત ઓછામાં ઓછા સાત લોકોના મોત નીપજ્યા છે. દહેરાદૂન નૈનીતાલ રાષ્ટ્રીય રાજમાર્ગ પર આવેલા ધામપુર વિસ્તારમાં પૂરઝડપે આવતી કાર ત્રિ-ચક્રી વાહન સાથે અથડાઈ હતી. ત્યારબાદ ત્રિચક્રી વાહનના ચાલક સહિત તમામ સાત લોકોએ જીવ ગુમાવ્યા છે.
બિજનોર જિલ્લા પોલીસ વડા અભિષેક ઝા-એ આકાશવાણી સમાચાર સાથે વાત કરતા જણાવ્યું કે, એક જ પરિવારના 6 સભ્ય મુરાદાબાદથી ત્રિ-ચક્રી વાહનમાં સવાર થઈ તિબારી પરત જઈ રહ્યા હતા. દરમિયાન કાર સાથે ટક્કર થતાં આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને હૉસ્પિટલમાં દાખલ કરાયા છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું અને ઈજાગ્રસ્તોને શક્ય તમામ મદદ પૂરી પાડવા અધિકારીઓને સૂચના આપી છે.
Site Admin | નવેમ્બર 16, 2024 2:55 પી એમ(PM) | અકસ્માત
ઉત્તરપ્રદેશના બિજનોર જિલ્લામાં માર્ગ અકસ્માતમાં અંદાજે સાત લોકોના મોત
