ઉત્તરપ્રદેશના અસ્થાયી જિલ્લા મહાકુંભ નગરમાં આગામી 13 જાન્યુઆરી શરૂ થનારા મહાકુંભ મેળાની તૈયારીઓ અંતિમ તબક્કામાં છે. સંગમ ક્ષેત્રમાં નદીઓના કિનારે અંદાજે 12 કિલોમીટર વિસ્તારમાં પરંપરાગત સ્નાન અનુષ્ઠાન માટે ઘાટ તૈયાર કરાયા છે.
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આજે સાંજે પ્રયાગરાજમાં આ આયોજનની સમીક્ષા કરશે. પ્રયાગરાજમાં ગંગા, યમુના અને સરસ્વતી નદીઓના સંગમ પર મહાકુંભ 26 ફેબ્રુઆરી સુધી યોજાશે. આ મહાકુંભ મેળામાં દેશવિદેશથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે તેવી શક્યતા છે.
Site Admin | જાન્યુઆરી 9, 2025 7:11 પી એમ(PM) | મહાકુંભ