ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આજે મહાકુંભ 2025 ને સમર્પિત આકાશવાણીની ‘કુંભવાણી’ ચેનલનો પ્રારંભ કરાવ્યો છે. આ પ્રસંગે શ્રી આદિત્યનાથે કહ્યું કે, મહાકુંભ, સાંપ્રદાયિક એકતાનો સંદેશ આપે છે. માહિતી અને પ્રસારણ રાજ્યમંત્રી ડૉ. એલ. મુરુગન કાર્યક્રમમાં વર્ચ્યુઅલી જોડાયા હતા. કાર્યક્રમ દરમિયાન કુંભ મંગલ ધૂનનું પણ લોન્ચિંગ કરવામાં આવ્યું હતું.
આકાશવાણીની કુંભવાણી ચેનલ આવતીકાલથી 26 ફેબ્રુઆરી સુધી સવારે 5.55 થી રાત્રે 10 વગીને ૫ મિનિટ સુધી મહાકુંભના વિવિધ કાર્યક્રમોનું પ્રસારણ કરશે. કુંભવાણી ચેનલ દ્વારા અમૃત સ્નાનનો આંખો દેખ્યો હાલ પણ પ્રસારિત કરવામાં આવશે. આ સમારોહમાં પ્રસાર ભારતીના અધ્યક્ષ ડૉ. નવનીત કુમાર સેહગલ સહિત દૂરદર્શનના મહાનિર્દેશક કંચન પ્રસાદ અને આકાશવાણી અને દૂરદર્શનના વરિષ્ઠ અધિકારીઓ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. પ્રોગ્રામને 103.5 MHz ફ્રીક્વન્સી, NewsonAir એપ અને Waves OTT પર સાંભળી શકાશે.
Site Admin | જાન્યુઆરી 10, 2025 2:06 પી એમ(PM) | મુખ્યમંત્રી