ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જાન્યુઆરી 28, 2025 1:47 પી એમ(PM) | નરેન્દ્ર મોદી

printer

‘ઉત્કર્ષ ઓડિશા, મેક-ઈન-ઓડિશા કોન્ક્લેવ’નુ ભુવનેશ્વરથી ઉદઘાટન કરતાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંશોધન અને નવિનીકરણ ઉપર ભાર મૂક્યો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ભુવનેશ્વરમાં ‘ઉત્કર્ષ ઓડિશા, મેક-ઇન-ઓડિશાકોન્ક્લેવ’નું ઉદ્ઘાટન કર્યું છે.મોદીએ સંશોધન અને નવીનીકરણ પર ભાર મૂક્યો.ઓડિશા રાજ્ય વિષે બોલતા તેઓએ આ મુજબ જણાવ્યું.(બાઇટ – પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી – ODISHA) ‘ઉત્કર્ષ ઓડિશા’, ઓડિશા રાજ્યને પૂર્વોદય દૂરદેશીપણાના મુખ્ય કેન્દ્ર અને ભારતમાં અગ્રણી રોકાણ સ્થળ અને ઔદ્યોગિક કેન્દ્ર તરીકે સ્થાપિત કરવા માટે ઓડિશા સરકાર દ્વારા આયોજિત એક મુખ્ય વૈશ્વિક રોકાણ પરિષદ છે. આ પરિષદ ઔદ્યોગિક માળખાને મજબૂત બનાવવા અને 2036 સુધીમાં દેશના ટોચના પાંચ આર્થિક રાજ્યોમાં ઓડિશાને સ્થાન આપવા પર કેન્દ્રિત છે.આ પરિષદથી અંદાજિત 5 લાખ કરોડ રૂપિયાથી વધુનું રોકાણ થવાની સંભાવના છે તથા અંદાજિત સાડા ત્રણ લાખથી વધુ રોજગરોનું સર્જન થશે.ભારત અને અન્ય 12 દેશોના રાજદૂતો, રોકાણકારો અને ઉદ્યોગપતિઓ સહિત 7,000થી વધુ પ્રતિનિધિઓ આ પરિષદમાં ભાગ લઈ રહ્યા છે.(બાઇટ – પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઓડિશા રાજ્યની છેલ્લા સાત મહિનામાં પાંચમી મુલાકાત છે.ઓડિશાના મુખ્યમંત્રી મોહન ચરણ માઝીએ કહ્યું કે, પ્રધાનમંત્રીની મુલાકાતથી રાજ્યના વિકાસમાં મોટો પરિવર્તન લાવશે. 

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ