રાજ્યમાં આજે સવારે છ થી બપોરે 12 વાગ્યા સુધી નહિવત વરસાદ પડ્યો છે. સૌથી વધુ સાત મિલિમીટર વરસાદ મોરબી તાલુકામાં પડ્યો છે.તાપી જિલ્લાના પ્રતિનિધિ જણાવે છે કે, ઉકાઈ ડેમના ઉપરવાસમાંથી પાણીની આવકમાં ઘટાડો થતાં દરવાજા બંધ કરાયા છે.જોકે હાઇડ્રો અને કેનાલ મારફતે પાણી છોડવાનું યથાવત છે.હાલમાં ડેમની સપાટી 334.65 ફૂટની છે. ડેમના ઉપરવાસમાંથી 31 હજાર 784 ક્યુસેક પાણી આવી રહ્યું છે.ડેમમાંથી હાઇડ્રો અને કેનાલ મારફતે 17 હજાર 364 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે
Site Admin | ઓગસ્ટ 9, 2024 4:07 પી એમ(PM) | ડેમ
ઉકાઈ ડેમના ઉપરવાસમાંથી પાણીની આવકમાં ઘટાડો થતાં દરવાજા બંધ કરાયા
