ઉંઝા માર્કેટયાર્ડમાં જીરાની આવક શરૂ થઈ ગઈ છે. રાજ્યના વિવિધ જિલ્લાઓ ઉપરાંત રાજસ્થાનમાંથી પણ ખેડૂતો ઉંઝામાં જીરું વેચાણ અર્થે લઇ જઇ રહ્યા છે. માર્કેટ યાર્ડમાં દરરોજ અંદાજે 13 હજાર બોરી જેટલું જીરું આવી રહ્યું છે. જેનો પ્રતિ મણ 4 હજાર, 700થી 4 હજાર, 800 વચ્ચે ચાલી રહ્યો છે. જીરાના પાક સામે પોષણક્ષમ ભાવ મળતા ખેડૂતોએ આનંદ વ્યક્ત કર્યો હતો.
Site Admin | નવેમ્બર 16, 2024 4:31 પી એમ(PM) | જીરા