ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલ ડ્રાફ્ટ ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન રૂલ્સનો હેતુ નાગરિકોના તેમના અંગત ડેટાને સુરક્ષિત રાખવાના અધિકારોનું રક્ષણ કરવાનો છે. મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન એક્ટ, 2023 ડિજિટલ વ્યક્તિગત ડેટાની સુરક્ષા માટે મજબૂત માળખું બનાવવાની ભારતની પ્રતિબદ્ધતા અનુસાર આ નિયમો દ્વારા લાગુ કરવામાં આવશે. ડ્રાફ્ટ નિયમો વિવિધ હિતધારકો પાસેથી લેવામાં આવેલા વ્યાપક પ્રતિસાદ અને વૈશ્વિક શ્રેષ્ઠ પ્રથાઓના અભ્યાસ પર આધારિત છે.
મંત્રાલયે કાયદો બનાવવા માટે સર્વસમાવેશક અભિગમ અપનાવવાની સરકારની પ્રતિબદ્ધતાને અનુરૂપ MyGov પ્લેટફોર્મ દ્વારા 18 ફેબ્રુઆરી, 2025 સુધીમાં જનતા અને હિતધારકો પાસેથી ડ્રાફ્ટ નિયમો પર ટિપ્પણીઓ આમંત્રિત કરી છે. સંમતિ મિકેનિઝમ, ફરિયાદ નિવારણ અને ડેટા પ્રોટેક્શન બોર્ડની કામગીરીને “બોર્ન ડિજિટલ” તરીકે પરિકલ્પના કરવામાં આવી છે, જે જીવનના સરલી કરણ અને વ્યવસાય કરવાની સરળતાને સુનિશ્ચિત કરશે. આ શાસન પ્રત્યે ભારતના દૂરંદેશી અભિગમને દર્શાવે છે.
Site Admin | જાન્યુઆરી 5, 2025 2:17 પી એમ(PM)