ઈરાનના ઉપરાષ્ટ્રપતિ મોહમ્મદ જાવદ ઝરીફે તેમની નિમણૂંકના 11 દિવસ બાદ જ રાજીનામું આપી દીધું છે. સોશિયલ મીડિયા પરની એક પોસ્ટમાં, શ્રી ઝરીફે કહ્યું કે તેઓ નવી ઈરાની સરકાર માટે કેબિનેટ સભ્યોની પસંદગી કરવા માટે તેમના કામના પરિણામોથી સંતુષ્ટ નથી અને તેઓ કહી રહ્યા છે કે 19 નામાંકિત મંત્રીઓમાંથી ઓછામાં ઓછા સાત તેમની પ્રથમ પસંદગી નહોતા.
શ્રી ઝરીફે કહ્યું કે તેમનું આ રાજીનામું ઈરાનના રાષ્ટ્રપતિને નિરાશ કરવાનું નથી પરંતુ તે વ્યૂહાત્મક બાબતો માટે ઉપરાષ્ટ્રપતિ તરીકેની તેમની ઉપયોગીતા અંગે શંકા દર્શાવે છે. 1 ઓગસ્ટના રોજ જારી કરાયેલા એક આદેશમાં ઈરાનના રાષ્ટ્રપતિએ જાવદ ઝરીફને ઉપરાષ્ટ્રપતિ અને સેન્ટર ફોર સ્ટ્રેટેજિક સ્ટડીઝના વડા તરીકે નિયુક્ત કર્યા હતા. શ્રી ઝરીફ પૂર્વ રાષ્ટ્રપતિ હસન રુહાનીના કાર્યકાળ દરમિયાન 2013 થી 2021 સુધી ઈરાનના વિદેશ મંત્રી હતા.
Site Admin | ઓગસ્ટ 13, 2024 11:04 એ એમ (AM) | aakshvaninews