ઈન્ડિ ગાંઠબંધને ઝારખંડ વિધાનસભા ચૂંટણી માટે બેઠકોની ફાળવણી નક્કી કરી લીધી છે. ઝારખંડ મુક્તિ મોરચા અને કોંગ્રેસ 70 બેઠકો પર ચૂંટણી લડશે. ઝારખંડ મુક્તિમોરચાના કાર્યકારી અધ્યક્ષ હેમંત સોરેને રાંચીમાં પત્રકારોને જણાવ્યું હતું કે 11બેઠકો રાષ્ટ્રીય જનતા દળ અને ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી-એમએલને આપવામાં આવેલ છે.શ્રી સોરેને કહ્યું કે ઝારખંડ મુક્તિ મોરચા અને કોંગ્રેસ વચ્ચે બેઠકોની વહેંચણીટૂંક સમયમાં કરવામાં આવશે. શ્રી સોરેને કહ્યું કે ઉમેદવારોની યાદી તૈયાર છે અનેટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.
Site Admin | ઓક્ટોબર 19, 2024 6:21 પી એમ(PM)
ઈન્ડિ ગાંઠબંધને ઝારખંડ વિધાનસભા ચૂંટણી માટે બેઠકોની ફાળવણી નક્કી કરી
