ઈન્ડિયા ઓપન સુપર 750 બેડમિન્ટન ટુર્નામેન્ટમાં, ધ્રુવ કપિલા અને તનિષા ક્રાસ્ટોની ભારતીય જોડી રાઉન્ડ 16 માં આગળ પોહચી છે. આ જોડીએ મિક્સ્ડ
ડબલ્સ રાઉન્ડ 32 માં તાઈવાનની જોડી હસુ યા ચિંગ અને ચેન ચેંગ કુઆનને 8-21, 21-19, 21-17 થી હરાવી હતી. અન્ય એક મેચમાં, અમૃતા પ્રમુથેશ અને સોનાલી
સિંહની ભારતીય જોડીનો મહિલા ડબલ્સ રાઉન્ડ 32 માં થાઈલેન્ડની ઓર્નિચા જોંગસાથાપોર્નપર્ન અને સુકિત્તા સુવાચાઈની જોડી સામે પરાજય થયો છે. પેરિસ
ઓલિમ્પિક્સ 2024 પછી લાંબા વિરામ બાદ પરત ફરતી પીવી સિંધુ આજે મહિલા સિંગલ્સના રાઉન્ડ ઓફ 32 માં તાઈવાનની સુંગ શુઓ-યુનનો સામનો કરશે.
Site Admin | જાન્યુઆરી 14, 2025 7:12 પી એમ(PM)