ઈન્ડિયા ઓપન બેડમિન્ટન ટૂર્નામેન્ટની મહિલા સિંગલમાં પીવી સિંધુ અને પુરુષ સિંગલમાં કિરણ જ્યોર્જ ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યા છે.નવી દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમમાં 46 મિનિટ ચાલેલા મુકાબલામાં સિંધુએ તેના પ્રતિસ્પર્ધી મનામી સુઈજુને 21-15, 21-13 થી હરાવી હતી. સિંધુએ મેચની શરૂઆતથી જ પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું અને વિરામ સુધી 11-6ની સરસાઈ સાથે પ્રવેશ કર્યો અને રમત 21-15થી પૂરી કરી. બીજા રાઉન્ડમાં, તેણીએ જાપાની ખેલાડીને વળતો પ્રહાર કરવાની કોઈ તક આપી નહીં. દરમિયાન કિરણ જ્યોર્જે ફ્રાંસના એલેક્સ લેનિયરને હરાવી ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યા છે. તેમણે એલેક્સ લેનિયરને 22-20, 21-13થી હરાવ્યા હતા. પીવી સિંધુ આવતીકાલે ઈન્ડોનેશિયાની ગ્રેગોરિયા મેરિસ્કા સામે તો કિરણ જ્યોર્જ ચીનના વેંગ હોંગયાંગ સામે ક્વાર્ટર ફાઇનલ રમશે.
Site Admin | જાન્યુઆરી 16, 2025 8:25 પી એમ(PM) | ઈન્ડિયા ઓપન બેડમિન્ટન ટૂર્નામેન્ટ