ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન લિમિટેડ દ્વારા 1લી ઓક્ટોબરથી ભારત ગૌરવ ડીલક્સ એસી ટૂરિસ્ટ ટ્રેન દ્વારા ગરવી ગુજરાત યાત્રા શરૂ થશે.દિલ્હીથી શરૂ થઈને આ 10 દિવસની યાત્રા અમદાવાદ, મોઢેરા, પાટણ, વડનગર, પાવાગઢ, ચાંપાનેર, વડોદરા, કેવડિયા, સોમનાથ, દીવ અને દ્વારકા સહિત ગુજરાતના વિવિધ સ્થળોએથી પસાર થશે.અત્યાધુનિક ડીલક્સ એસી ટૂરિસ્ટ ટ્રેનમાં ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ એસી કોચ હશે. આ યાત્રા અંદાજે 3 હજાર 500 કિલોમીટરનું અંતર કાપશે.
Site Admin | સપ્ટેમ્બર 25, 2024 9:46 એ એમ (AM)