ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી ભાવનગર દ્વારા એક ખાનગી કંપનીના સહયોગથી ગુજરાતમાં પ્રથમવાર સ્વાસ્થ્ય પરીક્ષણ માટે મોબાઈલ વાન શરૂ કરવામાં આવી છે. આ મોબાઇલ વાન ખાસ કરીને જ્યાં આરોગ્ય પરીક્ષણ ની સવલતો મળતી નથી ત્યાં સેવા આપશે. આ ઉપરાંત ઔદ્યોગિક એકમોમાં કામદારોને રાહતદરે આ સેવાઓ ઉપલબ્ધ કરવા માં આવશે. સંસ્થા દ્વારા કેમ્પનું પણ આયોજન કરવામાં આવશે. આ મોબાઈલ વેન માં 25 થી વધુ પરીક્ષણો કરીને આરોગ્ય ચકાસણી બાદ ડોક્ટર દ્વારા નિદાન કરવામાં આવશે.
Site Admin | ઓગસ્ટ 8, 2024 10:17 એ એમ (AM)