ઈન્ડિયન ઓપન એથ્લેટિક્સ મીટમાં યશવીર સિંહે, કિશોર જેનાને હરાવીને પુરુષોનો ભાલા ફેંકનો ખિતાબ જીતી લીધો છે.ગઈકાલે ચેન્નાઈમાં યોજાયેલી આ સ્પર્ધમાં યશવીરે 77.49 મીટરના રેકોર્ડ સાથે શાનદાર પ્રદર્શન કર્યું, જ્યારે કિશોર જેના, 75.99 મીટરના થ્રો સાથે બીજા સ્થાને રહ્યા.બંને ખેલાડીઓએ આગામી એશિયન ચેમ્પિયનશિપ-૨૦૨૫ માટે એથ્લેટિક્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા-AFIના 75.36 મીટરના ક્વોલિફાઇંગ ધોરણને પાર કર્યું છે. આ ચેમ્પિયનશિપ આવતા મહિને કોરિયા પ્રજાસત્તાકના ગુમીમાં યોજાવાની શક્યતા છે.
Site Admin | એપ્રિલ 16, 2025 9:34 એ એમ (AM)
ઈન્ડિયન ઓપન એથ્લેટિક્સ મીટમાં યશવીર સિંહે, કિશોર જેનાને હરાવીને પુરુષોનો ભાલા ફેંકનો ખિતાબ જીત્યો
