ઈઝ ઑફ ડુઈંગ બિઝનેસ EoDB” અંતર્ગત સિંગલ વિન્ડો પોર્ટલ માટે “ઈન્વેસ્ટર ફેસિલિટેશન પોર્ટલ(IFP)” વિકસાવનાર ગુજરાત દેશનું સૌપ્રથમ રાજ્યોમાંનું એક બન્યું છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય હેઠળ કાર્યરત્ “ડિપાર્ટમેન્ટ ફૉર પ્રમોશન ઑફ ઈન્ડસ્ટ્રી એન્ડ ઈન્ટર્નલ ટ્રેડ- D.P.I.I.T” દ્વારા ઈઝ ઑફ ડુઈંગ ક્રમાંકમાં ગુજરાતને દેશમાં ટોપ એચિવર તરીકે સ્થાન અપાયું છે.
વર્ષ 2015માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ પ્રથમ વાર વેપાર-ધંધા પરિવર્તન કાર્ય યોજના- B.R.A.P.ની પહેલ કરવામાં આવી હતી. તે અંતર્ગત રાજ્યમાં ઈઝ ઑફ ડુઈંગ બિઝનેસ- E.O.D.B. હેઠળ રાજ્ય, કેન્દ્રશાસિત પ્રદેશ ક્રમાંક, મૂલવણીની શરૂઆત કરવામાં આવી. ગત એક દાયકામાં 3 લાખ 96 હજાર કરોડનું વિદેશી અને 18 લાખ 46 હજાર રૂપિયાનું સ્થાનિક રોકાણ મળ્યું છે. ઉપરાંત E.O.D.B. હેઠળ સિંગલ વિન્ડૉ પૉર્ટલ ઈન્વેસ્ટર ફેસિલિટેશન પૉર્ટલ- I.F.P. વિકસાવનાર ગુજરાત દેશનું અગ્રણી રાજ્ય બન્યું છે. આજે રાજ્યના 18 જેટલા વિભાગ સંબંધિત 200થી વધુ વેપાર-ધંધા કેન્દ્રીત સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે, જે અંતર્ગત અત્યાર સુધીમાં 20 લાખથી વધુ અરજી પર પ્રક્રિયા કરવામાં આવી છે.
Site Admin | જાન્યુઆરી 29, 2025 9:55 એ એમ (AM)
ઈઝ ઑફ ડુઈંગ બિઝનેસ EoDB” અંતર્ગત સિંગલ વિન્ડો પોર્ટલ માટે “ઈન્વેસ્ટર ફેસિલિટેશન પોર્ટલ(IFP)” વિકસાવનાર ગુજરાત દેશનું સૌપ્રથમ રાજ્યોમાંનું એક બન્યું છે
