આંતરરાષ્ટ્રીય ન્યાય અદાલત-આઇસીજે એ કહ્યું છે કે ઈઝરાયેલ દ્વારા પેલેસ્ટાઈન પર કબ્જો કરવાની નીતિઓ અને પ્રથાઓ આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન છે. સંયુક્ત રાષ્ટ્રની ટોચના અદાલતે કહ્યું કે,પેલેસ્ટાઈનના કબજા હેઠળના પ્રદેશોમાં ઈઝરાયેલની હાજરી ગેરકાનૂની છે અને તેનો અંત લાવવો જોઇએ.
પેલેસ્ટાઇન રાજ્ય માટે ઇઝરાયેલના 57 વર્ષના કબજાની કાયદેસરતા અંગે બિન-બંધનકારી સલાહકાર અભિપ્રાય આપતા, કોર્ટે કહ્યું કે ઇઝરાયલે પેલેસ્ટાઇનનાં પ્રદેશો પર તેના કબજાને કારણે થયેલા નુકસાનની ભરપાઈ કરવી જોઈએ.
Site Admin | જુલાઇ 20, 2024 2:14 પી એમ(PM)