ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓક્ટોબર 12, 2024 2:38 પી એમ(PM)

printer

ઈઝરાયલ પર મિસાઈલ હુમલાના પગલે અમેરિકાએ ઈરાનના ઉર્જા વેપાર પર પ્રતિબંધોની જાહેરાત કરી

ઈઝરાયલ પર મિસાઈલ હુમલાના પગલે અમેરિકાએ ઈરાનના ઉર્જા વેપાર પર પ્રતિબંધોની જાહેરાત કરી છે.
અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને કહ્યું છે કે, ઈરાનના પરમાણુ કાર્યક્રમને નાણાં પૂરા પાડતા આવકના પ્રવાહને રોકવા માટે અમેરિકા પગલાં લઈ રહ્યું છે. યુએસ ટ્રેઝરી અને સ્ટેટ ડિપાર્ટમેન્ટે ગઈકાલે આ પ્રતિબંધોની જાહેરાત કરી હતી. વધતા તણાવ વચ્ચે ઈઝરાયેલ ઈરાન સામે જવાબી લશ્કરી કાર્યવાહી કરવાનું વિચારી રહ્યું છે.
અમેરિકાએ કહ્યું છે કે, તે ઈરાની પેટ્રોલિયમ અને પેટ્રોકેમિકલ ઉત્પાદનોના પરિવહનમાં તેમની સંડોવણી બદલ 10 સંસ્થાઓ પર પ્રતિબંધ લાદી રહ્યું છે. ઈરાને હમાસના વડા ઈસ્માઈલ હનીયાહ અને હિઝબુલ્લાના હસન નસરાલ્લાહની હત્યાનો બદલો લેવા માટે ઈરાને ઈઝરાયેલ પર પહેલી ઓક્ટોબરે મિસાઈલ હુમલો કર્યો હતો.
દરમિયાન, અમેરિકાએ આ હુમલા સામે ઇઝરાયેલને બચાવવા માટે ઇઝરાયેલી સંરક્ષણ દળો સાથે સંકલન કર્યું.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ