ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ડિસેમ્બર 23, 2024 3:48 પી એમ(PM)

printer

“ઇ-સરકાર” પ્રોજેક્ટમાં વર્ષ ૨૦૨૧ થી ૨૦૨૪ સુધી તૈયાક કરવામાં આવેલી ઇ-ટપાલની અંદાજિત સંખ્યા એક કરોડથી વધારે નોંધાઈ છે

સરકારી કચેરીઓમાં પેપરલેસ કામગીરી માટેનાં “ઇ-સરકાર” પ્રોજેક્ટમાં વર્ષ ૨૦૨૧ થી ૨૦૨૪ સુધી તૈયાક કરવામાં આવેલી ઇ-ટપાલની અંદાજિત સંખ્યા એક કરોડથી વધારે નોંધાઈ છે. આ ઉપરાંત અંદાજે ૩૧ લાખથી વધુ ઈ-ફાઈલ ક્રિએટ કરવામાં આવી છે. આ કામગીરીને સુવ્યવસ્થિત બનાવવા એક લાખ 20 હજારથી વધુ વપરાશકર્તાઓની નોંધણી કરવામાં આવી છે.
રાજ્યમાં હાલ “સુશાસન સપ્તાહ”ની ઉજવણી કરવામાં આવી રહી છે. ઇ-સરકાર પ્લેટફોર્મમાં રાજ્યના તમામ ૨૬ સરકારી વિભાગો, ખાતાની વડી કચેરીઓ, કલેક્ટર કચેરીઓ, જિલ્લા વિકાસ અધિકારીની કચેરીઓ, મ્યુનિસિપલ કચેરીઓ તથા જિલ્લા અને તાલુકાસ્તરે વહીવટી કચેરીઓનો સમાવેશ થાય છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ