શાંઘાઈ સહયોગ સંગઠનની 23મી બેઠક પાકિસ્તાનના ઇસ્લામાબાદ ખાતે શરૂ થઈ ગઈ છે.વિદેશ મંત્રી ડૉ.એસ.જયશંકર આ બેઠકમાં ભાગ લઈ રહ્યા છે.પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે વિદેશ મંત્રીનું સ્વાગત કર્યું હતું.ભારત શાંઘાઈ સહયોગ સંગઠનના વર્તમાન માળખામાં સક્રિય રીતે સંકળાયેલું છે.તેમજ સંગઠનની વિવિધ પ્રણાલીઓ અને પહેલમાં ભાગ લેતું રહ્યું છે.શાંઘાઈ સહયોગ સંગઠનની સરકારના વડાઓની પરિષદની બેઠક દર વર્ષે યોજાય છે,જેમાં સંગઠનની વેપાર અને આર્થિક કાર્યસૂચિ અંગે ચર્ચા થાય છે.આ પહેલા ડૉ. જયશંકરે આજે સવારે એક પેડ માં કે નામ અભિયાન હેઠળ ભારતીય હાઈ કમિશનમાં અર્જૂન વૃક્ષના છોડનું વાવેતર કર્યું.
Site Admin | ઓક્ટોબર 16, 2024 1:53 પી એમ(PM) | ઇસ્લામાબાદ
ઇસ્લામાબાદમાં આયોજીત શાંઘાઇ સહયોગ સંગઠનની બેઠકમાં વિદેશ મંત્રી એસ.જયશંકરનું સંબોધન
