ભારતીય અવકાશ સંશોધન સંસ્થા – ઇસરો મહત્વનું અવકાશ ઉપગ્રહ જોડાણ પરિક્ષણ આ સોમવારે હાથ ધરશે. કેન્દ્રીય અવકાશ રાજ્યમંત્રી જીતેન્દ્રસિંહે જણાવ્યું છે કે, આ ઐતિહાસિક મિશનમાં બે ઉપગ્રહોને PSLV રોકેટની મદદથી અવકાશમાં મોકલ્યા બાદ તેમણે સ્વદેશી ટેકનોલોજી – ભારતીય ડોકિંગ સિસ્ટમ દ્વારા અવકાશમાં જોડવામાં આવશે.
આ મિશન સફળતાથી પૂર્ણ થતાં આવી આગવી અવકાશ ટેકનોલોજી ધરાવતા થોડા દેશોના જૂથમાં ભારત સ્થાન મેળવશે.
Site Admin | ડિસેમ્બર 28, 2024 7:16 પી એમ(PM) | Dr. Jitendra Singh | gujarati news | India | ISRO | SPADEX | ઈસરો