ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

નવેમ્બર 2, 2024 9:39 એ એમ (AM)

printer

ઇસરોએ લેહથી દેશનું પ્રથમ એનાલૉગ અંતરિક્ષ મિશન લૉન્ચ કર્યું

ભારતીય અંતરિક્ષ સંશોધન સંસ્થાન- ઇસરોએ શુક્રવારે લેહથી દેશનું પ્રથમ એનાલોગ અંતરિક્ષ મિશન લૉન્ચ કર્યું છે. ઇસરોનું માનવ અવકાશ ઉડ્ડયન કેન્દ્ર આ મિશનનું નેતૃત્વ કરી રહ્યું છે, જે AAKA સ્પેસ સ્ટુડિયો, લદ્દાખ યુનિવર્સિટી, IIT બૉમ્બે દ્વારા સંયુક્ત રીતે તૈયાર કરાયેલ છે. આ મિશનનો હેતુ અન્ય ગ્રહો પર જીવનની શક્યતા અંગે વધુ સંશોધન કરવાનો તેમજ પૃથ્વીથી પરે એક બેસ સ્ટેશન સ્થાપિત કરવા અંગેના પડકારોને શોધવાનું છે.
આ મિશન ભારતના ગગનયાન કાર્યક્રમ અને ભવિષ્યના અંતરિક્ષ સંશોધનનું સમર્થન કરવા માટે અમૂલ્ય ડેટા એકત્ર કરવામાં મહત્વનો ભાગ ભજવશે.
લદ્દાખની સૂકી આબોહવા, ઉંચાઈ, રેતાળ જમીન મંગળ અને ચંદ્ર જેવી સ્થિતિ ધરાવે છે, જે તેને એનાલોગ સંશોધન માટે આદર્શ બનાવે છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ