ભારતીય અવકાશ સંશોધન સંસ્થા- ઇસરોએ આજે સવારે નવ વાગીને 17 મિનિટે લઘુ ઉપગ્રહ પ્રક્ષેપણ યાન-SSLV-D3નું સફળતાપૂર્વક પ્રક્ષેપણ કર્યું છે. આ યાન 175 કિલોગ્રામ વજનના પૃથ્વી અવલોકન ઉપગ્રહ-EOS-શૂન્ય-આઠ તેમજ અન્ય એક નાના ઉપગ્રહ SR-શૂન્ય સાથે રવાના થયું હતું.
ઇસરોએ પૃથ્વીની નીચલી કક્ષામાં 500 કિલોગ્રામ સુધીના ઉપગ્રહ લઈ જવા માટે આ પ્રક્ષેપણ યાન વિકસાવ્યું છે, જેની લંબાઈ 34 મીટર જ્યારે વજન 119 ટન જેટલું છે. અંદાજે 56 કરોડ રૂપિયાની કિંમતે તેને વિકસાવવામાં આવ્યું છે. ઇસરો અનુસાર આ રોકેટ યોજનાથી ભારતીય ઉદ્યોગ અને જાહેર ક્ષેત્રના એકમોને ન્યૂ સ્પેસ ઇન્ડિયા લિમિડેટ દ્વારા ઉપગ્રહ પ્રક્ષેપણમાં મદદ મળશે.
Site Admin | ઓગસ્ટ 16, 2024 2:28 પી એમ(PM) | SSLV-D3 | ઇસરો