સરકારે આજે દેશમાં ઇલેક્ટ્રોનિક માલના ઉત્પાદનને વેગ આપવા અને ઇલેક્ટ્રોનિક્સ સપ્લાય ચેઇનને મજબૂત બનાવવા માટે ઇલેક્ટ્રોનિક્સ કમ્પોનન્ટ મેન્યુફેક્ચરિંગ સ્કીમને મંજૂરી આપી છે.
આજે નવી દિલ્હીમાં મીડિયાને માહિતી આપતા માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, છેલ્લા દસ વર્ષમાં ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્રમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી છે. તેમણે કહ્યું કે, ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદનમાં 17 ટકાના ચક્રવૃદ્ધિ વાર્ષિક વૃદ્ધિદર સાથે પાંચ ગણો વધારો થયો છે જ્યારે ઇલેક્ટ્રોનિક નિકાસમાં આ વર્ષોમાં 20 ટકાના ચક્રવૃદ્ધિ વાર્ષિક વૃદ્ધિ દરનો વધારો જોવા મળ્યો છે.
મંત્રીમંડળે બિહારના કોસી મેચી ઇન્ટ્રા-સ્ટેટલિંક પ્રોજેક્ટને પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના- એક્સિલરેટેડ ઇરિગેશન બેનિફિટ્સ પ્રોગ્રામ (PMKSY-AIBP) હેઠળ સમાવવાની મંજૂરી આપી છે.
કેન્દ્રીય મંત્રી શ્રી વૈષ્ણવે જણાવ્યું હતું કે, સરકારે ખેડૂતોને પોષણક્ષમ, સબસિડીવાળા અને વાજબી ખાતરો સુનિશ્ચિત કરવા માટે ખરીફ 2025 માટે ફોસ્ફેટિક અને પોટાશ ખાતરો પર પોષક તત્વો આધારિત સબસિડી દરોને પણ મંજૂરી આપી છે.
મંત્રીએ એ પણ માહિતી આપી કે સરકારે બિહારમાં 120.10 કિલોમીટર લંબાઈવાળા ચાર-લેન ગ્રીનફિલ્ડ અને બ્રાઉનફિલ્ડ પટના-અરાહ-સાસારામ કોરિડોરના નિર્માણને મંજૂરી આપી છે.
શ્રી વૈષ્ણવે કહ્યું કે, સરકારે કેન્દ્ર સરકારના કર્મચારીઓને 2 ટકા મોંઘવારી ભથ્થું અને પેન્શનરોને મોંઘવારી રાહત મંજૂર કરી છે. તેમણે કહ્યું કે, આ આ વર્ષની પહેલી જાન્યુઆરીથી અમલમાં આવશે. આનાથી, ૪૮.૬૬ લાખ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને ૬૬.૫૫ લાખ પેન્શનરોને લાભ થશે.
Site Admin | માર્ચ 28, 2025 7:29 પી એમ(PM) | ભારત
ઇલેક્ટ્રોનિક્સ સપ્લાય ચેઇનમાં ભારતને આત્મનિર્ભર બનાવવા માટે ઇલેક્ટ્રોનિક્સ કમ્પોનન્ટ મેન્યુફેક્ચરિંગ યોજનાને કેબિનેટે મંજૂરી આપી
