ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે ડિજિટલ વ્યક્તિગત ડેટા સુરક્ષા માળખા પ્રત્યે સરકારના અભિગમ પર પ્રકાશ પાડતા જણાવ્યું કે સરકારનો પ્રાથમિક ઉદ્દેશ્ય કાયદા અને નિયમો વિકસાવવાનો છે. ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન- DPDP નિયમો, 2025 પર સરકારી અધિકારીઓ અને ઉદ્યોગની પરામર્શ બેઠકની અધ્યક્ષતા કરતાં શ્રી વૈષ્ણવે ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન એક્ટ – 2023 અને ડ્રાફ્ટ નિયમો – 2025 ને એકસાથે ધ્યાનમાં લેવાની જરૂરિયાત પર ભાર મૂક્યો.
આ સત્રમાં 200 થી વધુ સહભાગીઓએ ભાગ લીધો હતો, જેમાં વિવિધ મંત્રાલયોના મુખ્ય સરકારી અધિકારીઓ, ઉદ્યોગ અગ્રણીઓ, કાયદાના નિષ્ણાતો અને નીતિ નિર્માતાઓનો સમાવેશ થાય છે, સત્રનો ઉદ્દેશ 2023 ના ડિજિટલ વ્યક્તિગત ડેટા સંરક્ષણ કાયદાના અમલીકરણને ટેકો આપવા માટે બનાવાયેલા નિયમો પર ચર્ચા વિચારણા કરી શકાય.
Site Admin | જાન્યુઆરી 15, 2025 8:48 એ એમ (AM) | અશ્વિની વૈષ્ણવ