ઇલેક્ટ્રૉનિક્સ અને માહિતી ટૅક્નોલૉજી મંત્રાલય આજે નવી દિલ્હીમાં ડિજિટલ બ્રાન્ડ ઓળખ મેન્યુઅલ- D.B.I.M. રજૂ કરશે. તેના માધ્યમથી સરકારી વૅબસાઈટ્સ અને ડિજિટલ પ્લેટફૉર્મમાં સમાનતા લાવવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. D.B.I.M. એક સુસંગત ડિજિટલ ઓળખના મુખ્ય તત્વોને પરિભાષિત કરે છે, જેમાં દ્રશ્ય ઓળખ સામેલ છે. આ ઓળખ પ્રતિક, રંગ પેલેટ, ટાઈપૉગ્રાફી અને ઈમેજરીની સાથે-સાથે બ્રાન્ડ વૉયર્સ, મેસેજિંગ ફ્રેમવર્ક અને ટૅગલાઈન જેવા ઘટકોમાં સમાયેલી છે. આ દિશા-નિર્દેશનો ઉદ્દેશ નાગરિકોની ભાગીદારી વધારવા અને સેવા વિતરણમાં ઉપયોગકર્તાના અનુભવને વધુ સારો બનાવવાનો છે.
મંત્રાલયે જણાવ્યું કે, આ પહેલ ટૅક્નોલૉજીના માધ્યમથી શાસનમાં પરિવર્તન લાવવા, સુલભતા, કાર્યક્ષમતા અને નાગરિક મૈત્રીપૂર્ણ ડિજિટલ અનુભવને સુનિશ્ચિત કરવાના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની દ્રષ્ટિને અનુરૂપ છે.
D.B.I.M.નો પ્રાથમિક ઉદ્દેશ ભારત સરકાર માટે એકીકૃત અને સુસંગત ડિજિટલ બ્રાન્ડ બનાવવાનો છે. નવી દિલ્હીમાં આજે યોજાનારા પહેલા મુખ્ય માહિતી કમિશનરોના સંમેલનમાં આ મહત્વપૂર્ણ પગલું રજૂ કરાશે.
Site Admin | ફેબ્રુવારી 18, 2025 2:29 પી એમ(PM) | ઇલેક્ટ્રૉનિક્સ અને માહિતી ટૅક્નોલૉજી મંત્રાલય
ઇલેક્ટ્રૉનિક્સ અને માહિતી ટૅક્નોલૉજી મંત્રાલય આજે નવી દિલ્હીમાં ડિજિટલ બ્રાન્ડ ઓળખ મેન્યુઅલ રજૂ કરશે
