ઇલેક્ટ્રૉનિક્સ અને માહિતી પ્રૌદ્યોગિકી મંત્રાલય 3 જુલાઈથી નવી દિલ્હીમાં ગ્લૉબલ ઇન્ડિયા AI સમિટનું આયોજન કરી રહ્યું છે. આ બે દિવસીય સંમેલનનો હેતુ AI ટેક્નૉલોજીના નૈતિક અને સમાવેશી વિકાસ પ્રત્યે ભારતના સમર્પણને દર્શાવતા, સહયોગ તેમજ મહિતીના આદાન-પ્રદાનને પ્રોત્સાહન આપવાનો છે. ભારત કૃત્રિમ બુદ્ધિમત્તા વૈશ્વિક સહયોગના અધ્યક્ષ તરીકે કામ કરશે. જે અંતર્ગત સુરક્ષિત, સંરક્ષિત અને વિશ્વાસપાત્ર AI માટે GPAI ની પ્રતિબદ્ધતાને આગળ ધપાવવા માટે સભ્યદેશો તેમજ નિષ્ણાતો માટે યજમાની પણ કરશે.આ સંમેલનકમ્પ્યૂટર ક્ષમતા, આધારભૂત મૉડલ,ડેટાસેટ, એપ્લિકેશન વિકાસ, ભવિષ્યના કૌશલ, સ્ટાર્ટઅપ રોકાણ અને સુરક્ષિત AI જેવાઅનેક ક્ષેત્રોમાં AIના વિકાસ મુદ્દેધ્યાન કેન્દ્રિત કરશે. સંમેલનમાં ઇલેક્ટ્રૉનિક્સ અને માહિતી પ્રૌદ્યોગિકી મંત્રીઅશ્વિની વૈષ્ણવ, રાજ્યમંત્રી જિતિનપ્રસાદ તેમજ સચિવ એસ. કૃષ્ણન સહિત ટેક્નૉલોજી ક્ષેત્રનાપ્રમુખ લોકો ભાગ લેશે.
Site Admin | જુલાઇ 1, 2024 7:58 પી એમ(PM)