ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓક્ટોબર 10, 2024 3:07 પી એમ(PM) | ઇરાન

printer

ઇરાન સાથે વધી રહેલા તણાવ વચ્ચે ઇઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂએ અમેરિકી રાષ્ટ્ર પ્રમુખ જો બાઇડન સાથે ટેલિફોનિક વાતચીત કરી

ઇરાન સાથે વધી રહેલા તણાવ વચ્ચે ઇઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂએ અમેરિકી રાષ્ટ્ર પ્રમુખ જો બાઇડન સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. વ્હાઇટ હાઉસના મીડિયા પ્રવક્તાએ એક નિવેદનમાં આ વાતચીતની ‘સ્પષ્ટ’ અને ‘ફળદ્રુપ’ ગણાવી હતી.
તેમણે વિગતો આપ્યા વિના જણાવ્યું કે બંને નેતાઓ વચ્ચે ઇરાન પર ગત સપ્તાહે કરાયેલી ઇઝરાયેલની કાર્યવાહી અંગે ચર્ચા થઈ હતી. 30 મિનિટના આ કૉલ પછી ઇઝરાયેલના સંરક્ષણ પ્રધાને એક વીડિયો જાહેર કર્યો હતો, જેમાં ઈરાને 1 ઑક્ટોબરના રોજ કરેલા હુમલા સામે ઘાતક બદલો લેવાની ચીમકી ઉચ્ચારી હતી..
ઇરાને કરેલા હુમલામાં 180 જેટલી બેલેસ્ટિક મિસાઇલનો ઉપયોગ કર્યો હતો, જેને કારણે ઇઝરાયેલના ઘણા એરબેસ અને રહેણાંક વિસ્તારોને નુકસાન પહોંચ્યું હતું. જોકે જાનમાલનું નુકસાન થયું ન હતું.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ