ઇરાનના તહેરાનમાં સર્વોચ્ચ અદાલત પરિસરમાં ગોળીબારમાં બે ન્યાયાધીશોના મોત થયા છે. તહેરાનની મીડિયા અનુસારસર્વોચ્ચ અદાલતનાત્રણ ન્યાયાધીશોને નિશાન બનાવાયા હતા. જેમાંથી બેનાં ઘટનાસ્થળે જ મોત થયા હતા જ્યારેએકને ઇજા પહોંચી હતી. મીડિયા અહેવાલ અનુસાર હુમલાખોરે ગોળીબાર કર્યા બાદ પોતાને પણગોળી મારી દીધી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં જણાયું છે કે હુમલાખોરનો કોઈ પણ કેસસર્વોચ્ચ અદાલતમાં પેન્ડિંગ ન હતો.
Site Admin | જાન્યુઆરી 18, 2025 6:43 પી એમ(PM)