ઇન્ડોનેશિયા ખાતે યોજાનાર ‘મહિલા ફુટસલ એશિયન કપ-૨૦૨૫’ માં ભારતની 25 ખેલાડીઓની ટીમમાં ગુજરાતની નવ મહિલા ખેલાડીઓની પસંદગી થઇ છે. ખેલ મહાકુંભના માધ્યમથી મહિલા ખેલાડીઓએ ફુટસલ રમતમાં ગુજરાતનું નામ રોશન કર્યું છે.
ખેલ મહાકુંભ અને સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાતના સંયુક્ત ઉપક્રમે ભાવનગરમાં ફુટસલ ખેલાડીઓની પસંદગી અને તાલીમ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દેશની 62 પ્રતિભાશાળી ખેલાડીઓએ કેમ્પમાં સ્થાન મેળવવા માટે સ્પર્ધા કરી હતી. જેમાં રાજ્યની નવ સહિત દેશની કુલ 25 મહિલાઓની પસંદગી કરવામાં આવી હતી. પસંદગી પામેલા ગુજરાતના મહિલા ખેલાડીઓમાં દ્રષ્ટિ પંત, ખુશ્બુ સરોજ, રાઘિકા પટેલ, મધુબાલા અલાવે, શ્રેયા ઓઝા, રિયા મોદી, ખુશી શેઠ, માયા રબારી અને તન્વી મવાણીનો સમાવેશ થાય છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આગામી સાતમી જાન્યુઆરીએ ઇન્ડોનેશિયામાં યોજાનાર એશિયા કપમાં આ ખેલાડીઓ ભાગ લેવા રવાના થશે.
Site Admin | નવેમ્બર 27, 2024 7:08 પી એમ(PM) | મહિલા ફુટસલ એશિયન કપ