ઇન્ડોનેશિયામાં અનધિકૃત સોનાની ખાણમા થયેલા ભૂસ્ખલનમા ફસાયેલા કામદારોની શોધ અટકાવી દેવાઈ છે. ગત રવિવારે સુલાવેસી ટાપુ પર વરસાદને કારણે થયેલા ભૂસ્ખલનમાં લગભગ 23 લોકોના મોત અને 33 લોકો ગુમ થયાની પુષ્ટિ થઈ છે.
ઇન્ડોનેશિયાની રાષ્ટ્રીય શોધ અને બચાવ એજન્સીએ જણાવ્યા પ્રમાણે ખાણકામના સ્થળેથી 18 ઘાયલ લોકોને બચાવી લેવાયા હતા જ્યારે 92 ગ્રામવાસીઓ ભાગવામાં સફળ થયા હતા.
Site Admin | જુલાઇ 11, 2024 3:15 પી એમ(PM) | ઇન્ડોનેશિયા
ઇન્ડોનેશિયામાં અનધિકૃત સોનાની ખાણમા થયેલા ભૂસ્ખલનમા ફસાયેલા કામદારોની શોધ અટકાવી દેવાઈ છે
