મુંબઈમાં આયોજીત ‘ઇન્ડિયા કેમ 2024’ના દ્વીવાર્ષિક સંમેલનને સંબોધિત કરતા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું કે દૃઢ ઔદ્યોગીક અને લોજિસ્ટિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પરિણામે ગુજરાત દેશનું પેટ્રો હબ બન્યું છે. વધુમાં તેમણે ઉમેર્યું કે પેટ્રોકેમિકલ ક્ષેત્રે દેશની કુલ નિકાસમાં 31 ટકાના ફાળા સાથે ગુજરાત પ્રમુખ નિર્યાતકાર રાજ્ય છે.કેન્દ્રના કેમિકલ્સ એન્ડ ફર્ટિલાઈઝર મંત્રાલય તથા ડિપાર્ટમેન્ટ ઓફ કેમિકલ્સ
એન્ડ પેટ્રોકેમિકલ્સ દ્વારા મુંબઈમાં ત્રિદિવસીય ઈન્ડિયા કેમ-૨૦૨૪નું આયોજન કરવામાં આવ્યુ હતું. આ કાર્યક્રમમાં કેન્દ્રીય આરોગ્ય પરિવાર કલ્યાણ તથા કેમિકલ એન્ડ ફર્ટીલાઈઝર મંત્રી જગત પ્રકાશ નડ્ડા, રાજ્યમંત્રી અનુપ્રિયા પટેલ તેમજ મધ્યપ્રદેશ અને ઓડિશાના મુખ્યમંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.મુખ્યમંત્રીએ બપોરે ગ્લૉબલ સી.ઈ.ઓ ફોરમમાં હાજરી આપી હતી. જે બાદ સાંજે તેઓ અમદાવાદ ખાતે ઇન્ડિયન સોસિયટી ઑફ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટેશનના વાર્ષિક સંમેલનમાં ઉપસ્થિત રહ્યા હતા.
Site Admin | ઓક્ટોબર 18, 2024 7:40 પી એમ(PM)