ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન,ISROએ ગઈકાલે રાત્રે સ્પેસ ડોકિંગ એક્સપેરિમેન્ટ સ્પાડેક્ષ મિશન સફળતાપૂર્વક લોન્ચ કર્યું હતું. ઇસરોના PSLV-C60 રોકેટને શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટર પરથી લોંચ કરવામાં આવ્યું હતું. તેના લોન્ચિંગ પછી તરત જ તેણે બે ઉપગ્રહો SDX01 ,ધ ચેઝર) અને SDX02 – લક્ષ્યને નીચી પૃથ્વી ભ્રમણકક્ષામાં સફળતાપૂર્વક તૈનાત કર્યા હતા. બે અવકાશયાન હવે આગામી 10 દિવસમાં સ્પેસ ડોકીંગ હાંસલ કરવા તરફ અવકાશમાં પરિભ્રમણ કરશે. SpaDeX નો ઉદ્દેશ્ય અદ્યતન ઇન-સ્પેસ ડોકિંગ ટેક્નોલોજી, ચંદ્ર અભિયાનો અને ભારતીય અંતરીક્ષ સ્ટેશન સહિત ભાવિ મિશન માટે
નિર્ણાયક ક્ષમતા દર્શાવવાનો છે. આ મિશન સફળતાપૂર્વક પૂર્ણ થવાથી અવકાશમાં જટિલ કામગીરી હાથ ધરવાની ISROની ક્ષમતામાં વધારો થશે અને ભાવિ આંતરગ્રહીય મિશન માટે પાયો નાખશે.
Site Admin | ડિસેમ્બર 31, 2024 2:18 પી એમ(PM)