ઈન્ડિયન મેડિકલ એસોસિએશન – IMAએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખીને પશ્ચિમ બંગાળના આર. જી. કર મેડિકલ કોલેજ કેસમાં હસ્તક્ષેપ કરવા અને આરોગ્ય કર્મચારીઓની સુરક્ષા માટે કાયદો લાવવા માટે માગ કરી છે.
IMAએ પત્રમાં લખ્યું કે, તમામ હોસ્પિટલની સુરક્ષા વ્યવસ્થા એરપોર્ટ જેવી હોવી જોઈએ. IMAએ પત્રમાં આર. જી. કર મેડિકલ કોલેજ કેસની તપાસ નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ થાય અને અને તાત્કાલિક ન્યાયની માગ કરી છે. તેમ જ પીડિત પરિવાર માટે યોગ્ય વળતર અને તબીબો માટે કામ કરવાની સ્થિતિમાં સુધારો કરવાની પણ માગ કરી છે.