ઇન્ટરનેશનલ માસ્ટર્સ લીગ IML T20 ક્રિકેટમાં, ઇન્ડિયા માસ્ટર્સે ગઈકાલે રાયપુરમાં ઓસ્ટ્રેલિયા માસ્ટર્સ પર 94 રનથી વિજય મેળવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. યુવરાજ સિંહે આક્રમક અડધી સદી ફટકારી, જ્યારે ડાબોડી સ્પિનર શાહબાઝ નદીમે ચાર વિકેટ ઝડપી હતી. ઇન્ડિયા માસ્ટર્સે કેપ્ટન સચિન તેંડુલકરની 42 રનની મજબૂત શરૂઆત બાદ યુવરાજે બાજી સંભાળી હતી, બ્રાયસ મેકગેઇનના એક ઓવરમાં ત્રણ છગ્ગા સહિત 26 બોલમાં અડધી સદી ફટકારીને ભારતને 7 વિકેટે 220 રનનો સ્કોર પર પહોંચાડ્યો હતો. જવાબમાં, ઓસ્ટ્રેલિયા માસ્ટર્સની ટીમ શરૂઆતથી સંઘર્ષ કરી રહી હતી પાવર પ્લેમાં ત્રણ ઝડપી વિકેટ ગુમાવ્યા બાદ 18.1 ઓવરમાં ફક્ત 126 રનમાં ઓલઆઉટ થઈ ગઇ હતી. આજે બીજી સેમિફાઇનલમાં, શ્રીલંકા માસ્ટર્સનો સામનો વેસ્ટ ઇન્ડીઝ માસ્ટર્સ સામે થશે. રાયુપરમાં આ મેચ સાંજે 7:30 વાગ્યે રમાશે.
Site Admin | માર્ચ 14, 2025 1:15 પી એમ(PM) | Cricket
ઇન્ટરનેશનલ માસ્ટર્સ લીગ IML T20 ક્રિકેટમાં, ઇન્ડિયા માસ્ટર્સે ઓસ્ટ્રેલિયા માસ્ટર્સને હરાવી ફાઇનલમાં પ્રવેશ કર્યો
