પ્રવર્તન નિદેશાલય – ઇડી દ્વારા રાષ્ટ્રીય જનતા દળના પૂર્વ ધારાસભ્ય ગુલાબ યાદવના વિવિધ સ્થળોએ દરોડા પાડવામાં આવી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આજે સવારે 6 વાગ્યાથી બિન હિસાબી નાણાંની શોધ માટે પટણા,પુણે અને મધુબની માં દરોડા ચાલી રહ્યા છે.
નિદેશાલયનાં અધિકારીઓ મધુબનીનાં ઝાંઝારપુરમાં ગુલાબ યાદવના પૈતૃક નિવાસસ્થાન સહિત જુદા-જુદા સ્થળોએ તપાસ ચલાવી રહ્યા છે. ગુલાબ યાદવ 2015માં ઝાંઝરપૂર વિધાનસભા બેઠકથી ચૂંટણી જીતી ધારાસભ્ય બન્યાં હતાં. જોકે, તાજેતરમાં બહુજન સમાજ વાદી પક્ષમાંથી લોકસભા ચૂંટણી લડ્યા પણ તેમાં ગુલાબ યાદવને હારનો સામનો કરવો પડ્યો હતો.
Site Admin | જુલાઇ 16, 2024 4:26 પી એમ(PM) | ઇડી
ઇડી દ્વારા રાષ્ટ્રીય જનતા દળના પૂર્વ ધારાસભ્ય ગુલાબ યાદવના વિવિધ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા
