ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓક્ટોબર 29, 2024 6:54 પી એમ(PM)

printer

ઇડીએ ખાનગી કંપની દ્વારા ક્રિકેટ મેચોનાં ગેરકાયદેસર પ્રસારણ અને ઓનલાઇન સટ્ટાના કેસમાં કચ્છ અને મુંબઇ સહિત દેશનાં આઠ સ્થળોએ શોધ અભિયાન હાથ ધર્યું

પ્રવર્તન નિદેશાલયે ખાનગી કંપની દ્વારા ક્રિકેટ મેચોનાં ગેરકાયદેસર પ્રસારણ અને ઓનલાઇન સટ્ટાના કેસમાં કચ્છ અને મુંબઇ સહિત દેશનાં આઠ સ્થળોએ શોધ અભિયાન હાથ ધર્યું હતું. અભિયાન દરમિયાન,ઇડીએ રોકડ, બેન્ક ફન્ડ અને ચાંદીની લગડી સહિતનાં ચાર કરોડ રૂપિયાનાં મૂલ્યની સંપત્તિ જપ્ત કરી હતી. ઇડીએ જણાવ્યું હતું કે, કથિત કંપની દુબઇથી કામ કરી રહી છે અને કંપનીને ટેકનિકલ અને ફાઇનાન્સિયલ મેનેજમેન્ટ અંગેની સેવાઓ પૂરી પાડ રહેલી વ્યક્તિઓ પર પગલાં લેવામાં આવ્યા હતા. ખાનગી મિડિયા કંપનીની ફરિયાદને આધારે એજન્સીએ કેસ નોંધ્યો છે. આ મિડિયા કંપનીએ જણાવ્યું છે કે ક્રિકેટ મેચોનાં ગેરકાનૂની પ્રસારણને કારણે તેને 100 કરોડ રૂપિયાથી વધુની ખોટ ગઈ છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ