એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત, ઇડરના રાજચંદ્ર વિહાર ખાતે કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા અને રાજ્યકક્ષા મંત્રી મુકેશ પટેલની ઉપસ્થિતિમાં “મહાવાવેતર’ અભિયાન યોજાયું.
સાબરકાંઠા વન વિભાગ અને સામાજિક વનીકરણ વિભાગ દ્વારા જિલ્લામાં ૫ હજાર ૧૬ હેકટર વિસ્તારમાં ૩૬ લાખ ૬૫ હજાર રોપાઓનું વાવેતર કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. ઈડરના શ્રીમદ રાજચંન્દ્ર વિહાર ખાતે અંદાજે દસ હજારથી વધુ દ્વારા સામુહિક રોપા વાવેતર અને હયાત રોપાઓને દીર્ઘાયુની કામના સાથે રક્ષાપોટલી બાંધવામાં આવી હતી. “મહાવાવેતર’ અભિયાનમાં ડ્રોન દ્વારા મોટી સંખ્યામાં સીડ બોલ જંગલ વિસ્તારમાં છંટકાવ કરવામાં આવ્યો હતો.
રાજ્યમાં “એક પેડ મા કે નામ” અભિયાન હેઠળ અત્યાર સુધીમાં ૮ કરોડથી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. તેમજ ૭૫માં વન મહોત્સવ હેઠળ રાજ્યમાં લોકભાગીદારીથી ૫૦૦૦ “માતૃવન”નું નિર્માણ કરવામાં આવશે.
Site Admin | ઓગસ્ટ 20, 2024 7:18 પી એમ(PM) | એક પેડ માં કે નામ