ઇટલીના મિલાનમાં માઇકો સંમેલન કેન્દ્ર ખાતે 75મી આંતરરાષ્ટ્રીય અવકાશયાત્રી વિષયક કૉંગ્રેસનો પ્રારંભ થયો છે. આ કૉંગ્રેસમાં વિશ્વભરના 10 હજાર અવકાશ નિષ્ણાતો, વિદ્વાન, ઉદ્યોગ સાહસિક અને વ્યવસાયિકો ભાગ લઈ રહ્યા છે. ઈટલીના રાષ્ટ્રપ્રમુખ સર્ગિયો મટરેલા પણ ઉદ્ઘાટન સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા. આ વર્ષે કૉંગ્રેસનો વિષય ટકાઉપણું માટે જવાબદાર અવકાશ છે, જેમાં વૈશ્વિક અવકાશ ટેક્નૉલોજીને પ્રોત્સાહન આપવા, ભવિષ્યના અવકાશ અભિયાનો અને વૈજ્ઞાનિક પ્રગતિ તથા પર્યાવરણ સંરક્ષણ વચ્ચે સંતુલન જાળવી રાખવા જેવા વિષયોને પ્રાથમિકતા આપવામાં આવી છે.
Site Admin | ઓક્ટોબર 15, 2024 2:45 પી એમ(PM)
ઇટલીના મિલાનમાં માઇકો સંમેલન કેન્દ્ર ખાતે 75મી આંતરરાષ્ટ્રીય અવકાશયાત્રી વિષયક કૉંગ્રેસનો પ્રારંભ થયો
