ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સિસે આજે જણાવ્યું હતું કે તેણે દક્ષિણ લેબનોનના સાત અલગ-અલગ વિસ્તારોમાં લગભગ 10 હિઝબુલ્લાહ લક્ષ્યાંકો પર હુમલો કર્યો હતો. IDFએ જણાવ્યું હતું કે, સૈન્યએ દક્ષિણ લેબનોનમાં હિઝબોલ્લાહના શસ્ત્રભંડાર, માળખાકીય સ્થળો, લશ્કરી સ્થળો અને એક પ્રક્ષેપણ પર હુમલો કર્યો હતો
આ સપ્તાહના અંતે, ઇઝરાયેલના કબજા હેઠળની ગોલાન હાઇટ્સ પરના હુમલામાં 12 કિશોરો અને બાળકો માર્યા ગયા હતા, આ હુમલાનો આરોપ ઇઝરાયેલે હિઝબુલ્લા પર મૂક્યો હતો.
સંઘર્ષ વધવાના પગલે લેબનોનમાં ભારતીય દૂતાવાસે ભારતીય નાગરિકો માટે ગઈકાલે એક ચેતવણી જાહેર કરી હતી. જેમાં લેબનોનમાં રહેતા ભારતીયો અથવા જેઓ લેબનોન જવાની યોજના બનાવી રહ્યા છે તેઓએ બેરૂતમાં દૂતાવાસના સંપર્કમાં રહેવા જણાવાયું હતું. યુકે, જર્મની, ફ્રાન્સ અને અમેરિકાની સરકારોએ પણ તેમના નાગરિકોને મુસાફરીની ચેતવણીઓ જારી કરીને લેબનોન છોડવા અથવા ત્યાં મુસાફરી ટાળવા સલાહ આપી છે.
Site Admin | જુલાઇ 30, 2024 8:04 પી એમ(PM) | ઇઝરાયેલ