ઇઝરાયેલે મધ્ય ગાઝા પટ્ટીમાં એક શાળા પર હવાઈ હુમલો કરતા ઓછામાં ઓછા 28 લોકોના મોત થયા છે, જ્યારે 50થી વધુને ઇજા થવા પામી છે.
એક અહેવાલ અનુસાર ડેયર અલ-બલાહમાં રુફૈદા અલ-અસલામિયા સ્કૂલને નિશાન બનાવવામાં આવી હતી. આ શાળામાં વિસ્થાપિતોએ શરણ લીધી હતી. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર બે જુદા જુદા હવાઈ હુમલામાં શાળાના એ ઓરડાઓને નિશાન બનાવાયા, જ્યા ખાદ્ય સામગ્રીનો સંગ્રહ અને સંચાલન થઈ રહ્યુ હતું. ઇઝરાયેલના દળોએ શાળા પરિસરની અંદર હમાસના વિદ્રોહિઓનો નિશાન બનાવીને આ હુમલો કર્યો હોવાનું જણાવ્યુ છે.
આ તરફ લેબનાનમાં મધ્ય બેરુતમાં ઇઝરાયેલે કરેલા હુમલામાં 22ના મોત થયા છે, જ્યારે 100થી વધુ ઘવાયા છે. ઇઝરાયલના સુરક્ષા દળોએ આ વિસ્તોરને હિજબુલ્લાહના વિસ્તાર ગણાવ્યા છે, તો આ તરફ સંયુક્ત રાષ્ટ્રએ દક્ષિણ લેબનોનમાં થયેલા હુમલાને માનવતા વિરુદ્ધ ગણાવતા ચિંતા વ્યક્ત કરી છે.
ઇઝરાયેલી ટેન્કે કરેલા એક હુમલામાં સંયુક્ત રાષ્ટ્રના બે સુરક્ષા જવાન ઘવાયા છે. સંસ્થાએ પ્રાદેશિક સંઘર્ષની વધતી જટિલતાને લઈને ચેતવણી ઉચ્ચારી છે.
Site Admin | ઓક્ટોબર 11, 2024 9:38 એ એમ (AM) | ઇઝરાયેલ