ઇઝરાયેલે મધ્ય ગાઝામાં શરણાર્થી શિબિર પર હુમલો કરતા અંદાજે 42 પેલેસ્ટિનિયનના મોત થયા છે, જ્યારે 150થી વધુ લોકોને ગંભીર રીતે ઇજા થવા પામી છે. પેલેસ્ટેનિયન સુરક્ષા સૂત્રોના જણાવ્યા પ્રમાણે ઇઝરાયેલની સેના શુક્રવારથી સતત આ વિસ્તારમાં વિમાન અને તોપ હુમલા કરી રહી છે. ગાઝા સરકારે હુમલાની નિંદા કરી છે અને કહ્યું છે કે બાળકો તેમજ મહિલાઓ સહિત નાગરિકોને ઇરાદાપૂર્વક નિશાન બનાવવામાં આવી રહ્યા છે.
ગાઝાની સરકારે આંતરરાષ્ટ્રીય સમુદાયને ગાઝાના નાગરિકો વિરુદ્ધ કરાઈ રહેલા હુમલાને રોકવા માટે ઇઝરાયેલ પર દબાણ કરવાની અપીલ કરી છે. આ તરફ ઇઝરાયેલના સૈન્યએ એક નિવેદનમાં જણાવ્યું છે કે તેમની તરફથી રફા અને મધ્ય ગાઝા પર આતંકવાદીઓ અને તેમના ઠેકાણોઓને નષ્ટ કરવા માટે આ કાર્યવાહી કરાઈ હતી.
Site Admin | નવેમ્બર 3, 2024 8:01 પી એમ(PM) | ગાઝાના
ઇઝરાયેલે મધ્ય ગાઝામાં શરણાર્થી શિબિર પર હુમલો કરતા અંદાજે 42 પેલેસ્ટિનિયનના મોત થયા છે.
